Site icon hindtv.in

અરવલ્લી : શામળાજી મંદિરમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી

અરવલ્લી : શામળાજી મંદિરમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી
Spread the love

અરવલ્લી : શામળાજી મંદિરમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી
વહેલી સવારથી જ ભક્તોની દર્શને ભક્તિની ભીડ ઉમટી
ભગવાનને વિશેષ શણગાર અને સોનાના આભૂષણો પહેરાવાયા

અરવલ્લી જિલ્લમાં અષાઢ સુદ પૂર્ણિમાએ યાત્રાધામ શામળાજી મંદિરમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા.

અરાવલી જિલ્લના યાત્રાધામ શામળાજી ખાતે આજે ગુરુપૂર્ણિમાની ઊંજણી કરાઈ હતી. મંદિરના ગર્ભગૃહમાં આજે વિશેષ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે. વહેલી સવારથી જ ભક્તોની દર્શને ભક્તિની ભીડ ઉમટી પડી હતી. ભક્તોએ “કૃષ્ણમ વંદે જગતગુરુ” આખા જગતના ગુરુ ભગવાન શામળિયાના દર્શનનો લાભ લીધો હતો. એટલે ભક્તો શામળિયાને સમગ્ર જગતના ગુરુ તરીકે માને છે. ભકતોએ ભગવાન શામળિયાની મંગળા આરતીનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી. ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ભગવાન શામળિયાને સુવર્ણ અલંકારો અને આભૂષણોથી ભગવાન શામળિયાને શણગારવામાં આવ્યા છે. મંદિરના પૂજારીએ શામળિયાની શણગાર આરતી કરી છે.

કૃષ્ણ મંદિરોમાં દરેક પૂર્ણિમાએ પૂજા-દર્શનનો વિશેષ મહિમા હોય છે, પરંતુ ગુરુપૂર્ણિમાનું મહત્વ અનોખું છે. આજે અબાલવૃદ્ધ સૌ કોઈ ભક્તો મંદિર પરિસરમાં લાંબી કતારોમાં ઊભા રહી ભગવાનની ઝાંખી કરી રહ્યા છે.

Exit mobile version