Site icon hindtv.in

રાજકોટમાં દશેરાના પર્વની ઉજવણી.

રાજકોટમાં દશેરાના પર્વની ઉજવણી.
Spread the love

રાજકોટમાં દશેરાના પર્વની ઉજવણી.
વિજયાદશમીના પર્વ પર શસ્ત્ર પૂજન કરાયું.
પોલીસ હેડ ક્વાર્ટરમાં કરાયું પૂજન.
શસ્ત્ર પૂજન કરી દશેરાની ઉજવણી કરાઈ.

દશેરાના પર્વ પર શસ્ત્ર પૂજનનો અલગ મહિમા છે. માટે ગુજરાત પોલીસના વિવિધ શહેરોમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં પણ શસ્ત્રપૂજન કરવામાં આવતું હોય છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટરમા પણ શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી.

વિજયાદશમીના દિવસે પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવતી શસ્ત્ર પૂજાની પરંપરા આજે પણ નિભાવવામાં આવી રહી છે. રાજકોટ શહેર પોલીસને તાજેતરમાં મળેલા નવા સ્નેઈફર રાઇફલ સહિત 10 થી વધુ અલગ અલગ હથિયારોનું સાથે સાથે અશ્વ, શ્વાન તેમજ બુલેટપ્રૂફ વાહન અને વજ્ર વાહન સહિત વાહનોની પણ પૂજા કરવામાં આવી હતી. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શાસ્ત્રોક્ત વિધિ સાથે શસ્ત્રો અને વાહનોની પૂજા કરી હતી. રાજકોટ પોલીસના હથિયારમાં ઉમેરો પણ કરવામાં આવ્યો છે. ઓટોમેટિક સ્નેઈફર રાઇફલ અને ડ્રોનનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેમાં ઓટોમેટિક સ્નેઈફરમાં એક સાથે 10 મેગજીન એક સાથે ચળાવી ફાયરિંગ કરી શકાય છે. આ ઉપરાંત ડોગ સ્ક્વોડમાં પણ કેકિંગ અને સ્નાઇપર ડોગની સાથે હવે ઇઝરાયેલની કે એન નાઈન પ્રમાણને બેલ્જિયમ સેફર્ડ ડોગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રકારના ડોગ ટોળા વિખેરવામાં ઉપયોગી થાય છે. તેની સાથે સાથે ખાસ બીગલ ડોગ પણ ફાળવવામાં આવ્યું છે. જે બોમ્બ સ્ક્વોડમાં ઉપયોગમાં લેવામાં આવે છે. વિજયાદશમીના પર્વે શસ્ત્રપૂજનનું મહાત્મ્ય રહેલું છે. સનાતન હિન્દુ ધર્મમાં આ પરંપરા સદીઓથી ચાલી આવી રહી છે. ત્યારે આજે રાજકોટમાં પણ ઠેર ઠેર શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. વર્ષોથી ક્ષત્રિય પરંપરા મુજબ શસ્ત્રોનું પૂજન કરવામાં આવે છે. ક્ષત્રિય સમાજના ભાઈઓ પરંપરાગત પોશાકમાં સજ્જ થઇ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. રાજકોટના રાજવી પરિવારના રાજવી માંધાતાસિંહ અને યુવરાજ જયદિપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા. શસ્ત્રપૂજનનું કારડીયા રાજપૂત સમાજની વાડીમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શસ્ત્રપૂજન કર્યું હતું. બાદમાં રામનાથપરાથી પંચનાથ મહાદેવ મંદિર સુધી રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દશેરાના દિવસે શસ્ત્રપૂજનનું વિશેષ મહત્વ રહેલું છે. શત્રુ પર વિજય મેળવવાના ઉદ્દેશ્યથી આજે શસ્ત્રપૂજન કરાતું હોય છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version