રક્ષાબંધન પર્વની સુરતની ડાયમંડ હોસ્પિટલમાં ઉજવણી
હોસ્પિટલની સિસ્ટરોએ દર્દીઓની બહેન બની રાખડી બાંધી
દર્દીઓને સારા સ્વાસ્થ્યની શુભકામનાઓ આપી
રક્ષા બંધન પર્વની સુરતની ડાયમંડ હોસ્પિટલમાં ઉજવણી કરાઈ હતી જેમાં હોસ્પિટલની સિસ્ટરોએ દર્દીઓની બહેન બની રાખડી બાંધી હતી.
સુરત ડાયમંડ એસોસિએશ આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિડીયા હોસ્પિટલ ડાયમંડ હોસ્પિટલમાં રક્ષા બંધન પર્વની ઉજવણી કરાઈ હતી. જેમાં નર્સિંગ સ્ટાફ દ્વારા હોસ્પિટલમાં દાખલ દર્દીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વ ઉજવાયો હતો. નર્સિંગ સ્ટાફ દ્વારા રાખડી બાંધી દર્દીઓને સારા સ્વાસ્થ્યની શુભકામનાઓ આપી હતી. તો કાર્યક્રમને લઈ દર્દીઓ ભાવુક થયા હતાં.

