Site icon hindtv.in

હોળીના સાતમાં દિવસે શીતલા સાતમની ઉજવણી

હોળીના સાતમાં દિવસે શીતલા સાતમની ઉજવણી
Spread the love

હોળીના સાતમાં દિવસે શીતલા સાતમની ઉજવણી
જળ, ચણાની દાળ, ચોખા, કંકુ વગેરે દ્રવ્યોથી શીતળા માતાની પૂજા
આ તહેવાર ખાસ કરીને ગુજરાતમાં અત્યંત ભાવથી મનાવવામાં આવે છે

હોળીના સાતમાં દિવસે શીતલા સાતમની ઉજવણી કરવામાં આવે છે ત્યારે છઠ્ઠના દિવસે તૈયાર કરેલી ઠંડી રસોઈ સાતમા દિવસે જમવાની હોય છે, શીતલા સાતમનાં દિવસે શીતલા માતાની પુજા અર્ચના કરવામાં આવે, અને આખા દિવસ દરમિયાન ઠંડું ખાવાનું જ હોય છે, હિન્દુ ધર્મમાં શીતળા સાતમની પ્રચલિત કથાઓ પણ છે

હોળીના સાતમાં દિવસે શીતલા સાતમની ઉજવણી કરવામાં આવે છે ત્યારે શીતલા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. વહેલી સવારથી જ મહિલાઓ પૂજા અર્ચના કરવા માટે મંદિરે પહોંચતા હોય છે આ તહેવાર ખાસ કરીને ગુજરાતમાં અત્યંત ભાવથી મનાવવામાં આવે છે. આજે દાહોદ જિલ્લામાં શીતળા સાતમની ઉજવણી અનેક વિસ્તારોમાં ઊજવવામાં આવી શીતલા માતા શીતળાની પૂજા અર્ચના કરી આજે રાંધણ છઠ્ઠના દિવસે તૈયાર કરેલી ઠંડી રસોઈ જમવાનું હોય છે. છઠ્ઠના દિવસે રસોઈ કરી ચુલાની પૂજા કરી હોવાથી સાતમા દિવસે કોઈપણ ગરમ વસ્તુ બનતી નથી. સાતમના દિવસે લોકો ઠંડા પાણીથી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરે છે. સવારે સ્ત્રીઓ ઠંડા દૂધ, ચણા ની દાળ, જળ, ચંદન, ચોખા, કંકુ વગેરે દ્રવ્યોથી શીતળા માતાની પૂજા કરે છે. માન્યતા છે કે, આ વ્રત કરવાથી સંતાનપ્રાપ્તિ થાય છે. તેમજ બાળક જો વારંવાર માંદુ પડતું હોય તો તેને પણ માતાજી રોગમુક્ત કરીને સ્વસ્ત રાખે છે. શીતળા માતાનું મહત્વ ઘણું જ છે. હિન્દુ ધર્મમાં શીતળા સાતમની પ્રચલિત કથાઓ પણ છે,…

Exit mobile version