સુરતમાં 25મી ડિસેમ્બરે ક્રિસ્મસ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી
ખ્રિસ્તી સમુદાય દ્વારા એનઆઈ ચર્ચ ખાતે પણ ક્રિસમસ પર્વની ઉજવણી
માનવ જાતિના કલ્યાણ માટે પ્રભુ ઈસુએ જન્મ લીધો હતો
સુરતમાં રહેતા ખ્રિસ્તી સમુદાય દ્વારા આજે 25મી ડિસેમ્બરે ક્રિસ્મસ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. તો સુરતમાં આવેલ સીએનઆઈ ચર્ચ ખાતે પણ ક્રિસમસ પર્વની ઉજવણી કરાઈ હતી.
આજે 25 ડિસેમ્બરનો દિવસ છે અને આજનો દિવસ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તએ પૃથ્વી પર માનવ જાતીના કલ્યાણ માટે જન્મ લિધો હતો. જેને લઈ સમગ્રવિશ્વમાં 25મી ડિસેમ્બર એટલે ક્રિસ્મસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે ખાસ કરીને મીની ભારત તરીકે ઓળખાતા સુરત શહેરના ચોક બજાર ખાતે સીએઆઈચર્ચને ક્રિસમસ નિમિત્તે ખુબજ સરસ રીતે સજાવવામાં આવ્યુ છે. જ્યાં વહેલી સવાર થી જ ખ્રિસ્તી સમુદાયની ભીડ જોવા મળી હતી. વર્ષ 1824માં સુરત શહેરના ચોક વિસ્તારમાંકેથલિક ચર્ચની સ્થાપના થઈ હતી અને અહીં આજના દિવસે વહેલી સવારે પ્રભુની આરાધના કરી એકબીજાને ક્રિસમસની શુભેચ્છા પાઠવવામાં આવે છે. તો આજના દિવસનેઉજવવા પાછળનું કારણ પ્રભુ ઈસુ આજના દિવસે પૃથ્વી ઉપર જન્મ લીધો હતો માનવ જાતિના કલ્યાણ માટે પ્રભુ ઈસુએ જન્મ લીધો હતો જેથી 25 ડિસેમ્બરની ક્રિસમસ તરીકેઉજવણી કરાઈ છે. તો નાનપુરા ખાતે આવેલ ચર્ચમાં વહેલી સવારથી ખ્રિસ્તીઓ ઉમટી પડ્યા હતા અને પ્રાર્થના કરી એક બીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યાં ઈસુના જન્મની ઝાંખી પણ દર્શાવાઈ હતી.

