ભાવનગરમાં દેશના વડાપ્રધાનના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થતા ઉજવણી
વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણમાં કાર્યક્રમો સાથે ઉજવણી
ભાવનગર શહેરમાં દેશના વડાપ્રધાનના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણમાં કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવશે.
ભાવનગર જિલ્લામાં જૂન મહિનામાં અલગ અલગ કાર્યક્રમો યોજાશે. જેમાં જનકલ્યાણ શિબિર, પ્રગતિપથ યાત્રા, વિકસિત ભારત સંકલ્પ સંમેલન પ્રભુદ્ધ નાગરિક સંમેલન, પ્રાકૃતિક ખેતી કાર્યશાળા, પત્રકાર પરિષદ, વિશ્વ યોગ દિવસની ઉજવણી કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો કોઈ ઉજવણીના ભાગરૂપે નહીં પરંતુ વિકાસ અને સેવાકીય કાર્યો સાથે લોક ઉપયોગી કાર્યક્રમો કરવામાં આવશે. જેમાં ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લાના તમામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો પર આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સમગ્ર કાર્યક્રમ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા કચેરી અને જિલ્લા કલેકટર કચેરી ખાતે કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક યોજાઇ હતી. જે બેઠકમાં ભાવનગર મહાનગરપાલિકાના મેયર ઉષાબેન તલરેજા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગ ચેરમેન કિશન મહેતા સહિતના પદાધિકારીઓ તેમજ જિલ્લા કલેકટર ડૉ.મનીષ બંસલ અને મ્યુનિસિપલ કમિશનર એન કે મીના સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

