Site icon hindtv.in

સુરત વરાછાની તપોવન વિધાલયમાં ધોરણ 12 ના પરિણામને લઇ ઉજવણી

સુરત વરાછાની તપોવન વિધાલયમાં ધોરણ 12 ના પરિણામને લઇ ઉજવણી
Spread the love

સુરત વરાછાની તપોવન વિધાલયમાં ધોરણ 12 ના પરિણામને લઇ ઉજવણી
આજે ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ
સુરતનું સામાન્ય પ્રવાહનું 93.07 ટકા અને વિજ્ઞાન પ્રવાહ નું 86.50 ટકા

આજે ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનાં પરિણામ જાહેર થઈ ગયાં છે. ધોરણ 12 સાયન્સનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું રેકોર્ડબ્રેક 93.07 ટકા પરિણામ જાહેર થયાં છે. સાયન્સનું ગત વર્ષ કરતાં 1.0 ટકા વધુ, જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતાં 1.14 ટકા પરિણામ વધુ જાહેર થયું છે..સુરતનું પરિણામ સામાન્ય પ્રવાહનું 93.07 ટકા અને વિજ્ઞાન પ્રવાહ નું 86.50 ટકા પરિણામ આવ્યું છે જેમાં સુરતનાવરાછાની તપોવન વિધાલયમાં 99.40 પરિણામને લઇ ઉજવણી કરાય છે

આજે ધો.12 અને ગુજકેટ અને સામાન્ય પ્રવાહનું રેકોર્ડબ્રેક પરિણામ આવ્યું છે, જેમાં ધોરણ 12 ના પરિણામને લઇ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા હતી ત્યારે રેકોર્ડ બ્રેક પરિણામ આવતા વરાછાની તપોવન વિદ્યાલય સ્કૂલમાં ઉજવણી કરાય છે, સુરતના તપોવન વિધાલયમાં કોમર્સમાં A1 ના 53 જેટલા વિધાર્થીઓ અને સાયન્સમાં A1 માં 13 કરતા વધારે વિધ્યાર્થીઓએ બાજી મારતા શાળા પરિવારે ફટાકડા ફોડી અને ડીજેના તાલે ગરબે ઝૂમી પરિણામને આવકાર્યું છે .

વિદ્યાર્થીઓની માર્કશીટ, પ્રમાણપત્ર અને SR શાળામાં મોકલવા અંગેની જાણ પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરાશે તથા માર્કશીટ અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. સાયન્સમાં 92.91 ટકા પરિણામ સાથે મોરબી જિલ્લો સતત બીજા વર્ષે મોખરે રહ્યો છે. તો સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં 93.97 ટકા પરિણામ, જ્યારે ગુજરાતી માધ્યમનું 93.7 ટકા પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું 87.77 ટકા પરિણામ આવ્યું છે.

 

Exit mobile version