Site icon hindtv.in

દાહોદમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી

દાહોદમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી
Spread the love

દાહોદમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી
ગુજરાત વાલ્મિકી સમાજ સંગઠન અને વાલ્મિકી સમાજ દ્વારા ઉજવણી કરાઈ
ડો. આંબેડકરની 134 મી જન્મ જયંતી નિમિતે રેલી સ્વરૂપે ઉજવણી કરવામાં આવી
રેલીમાં સમાજના ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો

દાહોદના આંબેડકર ચોક ખાતે ગુજરાત વાલ્મિકી સમાજ સંગઠન અને વાલ્મિકી સમાજ દ્વારા ડૉ.બાબા સાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતી નિમિતે રેલી સ્વરૂપે ઉજવણી કરવામાં આવી

14 એપ્રિલે સમગ્ર દેશમાં બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવવામાં આવશે. 134 વર્ષ પહેલા ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ થયો હતો. જેમણે ભારતનું બંધારણ ઘડ્યું અને દેશને એક નવી સિદ્ધિ તરફ જવા માટે માર્ગ બતાવ્યો. તેમની 134 મી જન્મજયંતી નિમિત્તે વાલ્મિકી સમાજ દ્વારા રેલી નું આયોજન કરવામાં આવ્યું છે.તમને જણાવી દઈએ કે, મુખ્ય માર્ગો પર રેલી નું આયોજન ગુજરાત વાલ્મિકી સમાજ સંગઠન અને વાલ્મિકી સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જય ભીમ ના નારા સાથે તેમજ, મુજે પૂછો નહીં મુજે પઢો જેવી વ્યાખાન સાથે, અને બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પર ફુલમાલા ચઢાવવા માં આવી હતી, સમગ્ર રેલીમાં સમાજના ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો તેમ જ આ રેલી મુખ્ય માર્ગો પરથી તાલુકા પંચાયત પાસે આંબેડકર ચોકડી ખાતે તેનૂ સમાપન કરવામાં આવી હતી,..

Exit mobile version