દેશની IIMમાં પ્રવેશ માટે CAT 2025નું પરિણામ જાહેર.
અમદાવાદની પ્રસંશા શાહે 99.99 પર્સેન્ટાઇલ સાથે શહેરમાં ટોપ કર્યું
પર્ફેક્ટ સ્કોર મેળવનારા ટોપર્સમાં ગુજરાતના બે રત્નોએ રાજ્યનું ગૌરવ વધાર્યું.
દેશની વિવિધ આઈઆઈએમમાં પ્રવેશ માટે 30મી નવેમ્બરના રોજ લેવામાં આવેલી કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આજે પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરીક્ષામાં દેશના કુલ 12 વિદ્યાર્થીઓ 100માંથી 100 પર્સેન્ટાઈલ મેળવવામાં સફળ રહ્યા છે.
દેશની વિવિધ આઈઆઈએમમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આજે પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગતવર્ષે કુલ 14 વિદ્યાર્થીઓએ 100માંથી 100 પર્સન્ટાઇલ મેળવ્યા હતા. આમ, આ વર્ષે બે વિદ્યાર્થીઓ ઓછા થયા છે. ગુજરાતમાંથી ચાલુવર્ષે 2 વિદ્યાર્થીઓએ 100 માંથી 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે. જયારે 99.99 પર્સન્ટાઇલ મેળવવામાં ગુજરાતના 1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. 99.98 પર્સન્ટાઇલમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આઈઆઈએમ કોઝીકોડ દ્વારા ગત 30 નવેમ્બરે દેશભરમાં કેટ લેવામાં આવી હતી. આ પરીક્ષા આપવા માટે સમગ્ર દેશમાંથી કુલ 2.95 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. જેમાં 1.10 લાખ વિદ્યાર્થિનીઓ અને 1.85 લાખ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આજ રીતે 9 ટ્રાન્સજેન્ડરે પણ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. મહત્વની વાત એ કે, રજિસ્ટ્રેશન કરાવ્યું તે પૈકી 2.58 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમ, 35 હજારથી વધારે ઉમેદવારોએ નોંધણી કરાવ્યા પછી પણ પરીક્ષા આપી નહોતી. કુલ 97 હજાર વિદ્યાર્થિની અને 1.61 લાખ વિદ્યાર્થીઓની સાથે 9 ટ્રાન્સજેન્ડરે પણ પરીક્ષા આપી હતી. જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી તેમાં જનરલ કેટેગરીમાં 65.76, ઇડબલ્યુએસ કેટેગરીમાં 5.26 અને એસસી કેટેગરીમાં 8.78, એસટી કેટેગરીમાં 2.38 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. કેટના આધારે 22 આઇઆઇએમ ઉપરાંત 93 નોન IIM માં પણ પ્રવેશ ફાળવવામાં આવતો હોય છે.
કેટના પરિણામમાં કુલ 2 વિદ્યાર્થિનીઓ અને 10 વિદ્યાર્થીઓએ 100માંથી 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે. જેમાં ઉત્તરપ્રદેશ, કર્ણાટક, ઝારખંડ, ઓડિસા અને મહારાષ્ટ્રના એક-એક, દિલ્હીના-3, હરિયાણાના-2, ગુજરાતના -બે વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. પહેલી વખત 100માંથી 100 પર્સન્ટાઇલ લાવનારા વિદ્યાર્થીમાં 3 એન્જિનિયરીંગ અને 9 વિદ્યાર્થીઓ નોન-ટેકનિકલ બ્રાન્ચના છે.કેટના પરિણામની આંકડાકીય વિગતો પ્રમાણે 99.99 પર્સન્ટાઇલ કુલ 26 વિદ્યાર્થીઓ લાવી શક્યા છે. જેમાં તામિલનાડુના બે, ઉત્તરપ્રવેશના 4, મહારાષ્ટ્રના 4, ગુજરાતન એક, દિલ્હીના એક, મધ્યપ્રદેશનના બે, છત્તીસગઢના એક, વેસ્ટ બેંગાલના 2, રાજસ્થાનના 3 અને આંધ્રપ્રદેશના એક વિદ્યાર્થીનો સમાવેશ થાય છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

