Site icon hindtv.in

સુરત પીપોદરા જીઆઈડીસી ગુરૂકૃપા ઈન્ડસ્ટ્રીયલમાં જુગારધામ

સુરત પીપોદરા જીઆઈડીસી ગુરૂકૃપા ઈન્ડસ્ટ્રીયલમાં જુગારધામ
Spread the love

સુરત પીપોદરા જીઆઈડીસી ગુરૂકૃપા ઈન્ડસ્ટ્રીયલમાં જુગારધામ
જુગારધામ ઉપર દરોડા પાડી કુલ ૧૬ જુગારીઓને ઝડપ્યા
જુગાર રમાડનાર 3 ઈસમોને વોન્ટેડ જાહેર કરતી એલસીબી.

સુરત પીપોદરા જીઆઈડીસી ગુરૂકૃપા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ હરીઓમ કોમ્પલેક્ષના રૂમ નં-127 માં ચાલતા જુગારધામ ઉપર દરોડા પાડી કુલ 16 જુગારીઓને માતબર રોકડ રકમ સહીત 1,51,339 ના મુદ્દામાલ સાથે ઝડપી જુગાર રમાડનાર 3 ઈસમોને વોન્ટેડ જાહેર કરતી સુરત જિલ્લા એલ.સી.બી.

પોલીસ મહાનિરીકશ્રી પ્રેમવીર સિંહનાઓની રાહબરી હેઠળ સુરત ગ્રામ્ય જીલ્લા વિસ્તારમાં પ્રોહી-જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ ઉપર સખત વોચ રાખી આવી પ્રવુતિ શોધી કાઢી આરોપીઓને ઝડપી પાડવા જરૂરી માર્ગદર્શન આપેલ જેથી એલસીબી પીઆઇ આર.બી.ભટોળ અને પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં પ્રોહી-જુગારના લીસ્ટેડ બુટલેગરોની પ્રવુતિ ઉપર સખત વોચ રાખી, અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપી ચોક્કસ દિશામા વર્કઆઉટ કરેલ. જેમાં આજરોજ ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, મૌજે પીપોદરાગામની સીમમાં ગિરીશભાઈ છગનભાઈ શિંગાળાની માલીકી સબ પ્લોટ નં.12, પ્લોટ નં-2. બ્લોક નં-124 ગુરુકૃપા ઈન્ફસ્ટ્રીયલ એસ્ટેટમાં હરીઓમ કોમ્પલેક્ષના રૂમ નં-127 માં રાકેશ પકોડો તથા તેનો ભાઇ રાજા તથા બિષ્ણુપ્રસાદ લક્ષ્મીધર મલિકનાઓ બહારથી માણસો બોલાવી ગંજીપાનાનો હારજીતનો જુગાર રમાડી રહેલ છે અને હાલમાં જુગાર ચાલુ છે.’ જે બાતમી હકિકતના આધારે પંચોના માણસો સાથે રાખી બાતમી હકિકતવાળી જગ્યાએ જુગાર ધારા હેઠળ રેઈડ કરતા ૧૬ ઈસમો હારજીતનો ગંજીપાના વડે જુગાર રમતા ઝડપાઈ ગયેલ અને જુગાર રમાડનાર 3 ઈસમોને વોન્ટેડ જાહેર કરી તેઓ તમામ વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી કોસંબા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ તમામ આરોપીઓ તથા મુદ્દામાલ સુપરત કરવામાં આવેલ છે..

Exit mobile version