Site icon hindtv.in

મહુવામાં એસએમસી ટીમ પર હુમલાનો મામલો

ભાવનગર:મહુવામાં એસએમસી ટીમ પર હુમલાનો મામલો
Spread the love

મહુવામાં એસએમસી ટીમ પર હુમલાનો મામલો
મહુવામાં એસએમસી ટીમ પર હુમલાના કેસમાં પોલીસની કાર્યવાહી
મુખ્ય બુટલેગરે જાહેરમાં માફી માંગી
પોલીસે 7 આરોપીઓ સામે ગુનો નોંધી રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું
પોલીસની કાર્યવાહીને પગલે બુટલેગરોમાં ફફડાટ

મહુવામાં SMC ટીમ પર હુમલો: મુખ્ય બુટલેગરે જાહેરમાં માફી માંગી પોલીસે 7 સામે ગુનો નોંધી રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું, બુટલેગરોમાં ફફડાટ

મહુવામાં દારૂની રેડ કરવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમ પર બુટલેગરના પરિવારે હુમલો કર્યો. પોલીસે ઝડપી કાર્યવાહી કરી 7 લોકો સામે ગુનો નોંધ્યો અને ઘટના સ્થળે મુખ્ય બુટલેગર લાલુ બોઘાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું. તેણે જાહેરમાં માફી માંગી અને લોકોને કાયદાના વિરોધમાં કોઈ કામ ન કરવા અપીલ કરી. તેનો માફી માંગતો વીડિયો વાયરલ થતાં બુટલેગરોમાં ડર ફેલાયો. આરોપીઓમાં જ્યોતિબેન વા/ઓ વિજયભાઈ મંગળભાઈ ડોળાશીયા, રાજુબેન વા/ઓ અશોકભાઈ બચુભાઈ બારૈયા, લલિતભાઈ ઉર્ફે લાલો ઉર્ફે લાલજી બોઘાભાઈ બારૈયા, જિગ્નેશભાઈ ઉર્ફે જિગો બોઘાભાઈ બારૈયા, કિશનભાઈ મનસુખભાઈ ડાભી, ભાવિકભાઈ પંકજભાઈ સેવક અને દિનેશભાઈ અરજણભાઈ બારૈયાનો સમાવેશ થાય છે.મહુવા પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.

Exit mobile version