દિવાળીમાં રહેજો સાવચેત
નકલી પોલીસ’ થી બચવા સુરત કમિશનરની નાગરિકોને ખાસ અપીલ
112 પર ફોન કરવા સુરત પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી
સુરત પોલીસ કમિશનર દ્વારા દિવાળી સમયે અજાણ્યા ઈસમો પોલીસ હોવાનુ કહી ચેકિંગનુ કહે તો પહેલા 112 પર ફોન કરવા સુરત પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી હતી.
સુરતમાં દિવાળી સમયે નકલી પોલીસ લોકોને લુંટી લેતા હોવાનું વારંવાર સામે આવતુ હોય છે ત્યારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા દિવાળી સમયે નકલી પોલીસથી સાવધાન રહેવા જણાવ્યુ હતું અને કોઈ તમને પોલીસ હોવાનુ કહી બેગ ચેક કરવાનુ કહે તો પહેલા 112 પર ફોન કરજો નહી તો તમારા પૈસા સેરવાઈ જશે…

