Site icon hindtv.in

સુરત રાંદેર વિસ્તારમાં કારનો કાચ તોડી ચોરી

સુરત રાંદેર વિસ્તારમાં કારનો કાચ તોડી ચોરી
Spread the love

સુરત રાંદેર વિસ્તારમાં કારનો કાચ તોડી ચોરી
રોકડ 35 લાખની ચોરી કરી ભાગી છુટેલા રીઢા
બે આરોપીો અજય ઉર્ફે મટીયા અને નિલેશ ઉર્ફે લીલેશની ધરપકડ

સુરત રાંદેર વિસ્તારમાં કારનો કાચ તોડી રોકડ 35 લાખની ચોરી કરી ભાગી છુટેલા રીઢાઓને રોકડ અઢી લાખ સાથે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા શહેરમાં બનેલ ગંભીર ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા આપેલા આદેશને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમો મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની જનરલ સ્કોડની ટીમે બાતમીના આધારે વધુ બે વોન્ટેડ આરોપીઓ વિશાલ પુનમભાઈ ગારંગે અને પંકજ જવાહરભાઈ માછરેકરે ઝડપી પાડ્યા હતાં. તો આરોપીઓ પાસેથી પોલીસે રોકડ અઢી લાખ રૂપિયા કબ્જે કર્યા હતાં. જ્યારે આ ગુનામાં અગાઉ બે આરોપીો અજય ઉર્ફે મટીયા અને નિલેશ ઉર્ફે લીલેશની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી તેઓ પાસેથી 19 લાખ 13 હજારથી વધુ કબ્જે કર્યા હતાં.

Exit mobile version