Site icon hindtv.in

સુરત વરાછામાં રબારી સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ

સુરત વરાછામાં રબારી સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ
Spread the love

સુરત વરાછામાં રબારી સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ
રબારી સમાજે ભાવનગરની ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી
રબારી સમાજે વિરોધ કરી આરોપીને કડક સજાની માંગ કરી

ભાવનગર ખાતે રબારી સમાજના પરિવારમાં બનેલી ટ્રિપલ હત્યાકાંડની ઘટનાનો સુરતમાં રબારી સમાજે વિરોધ કરી કેન્ડલ માર્ચ યોજી આરોપીને કડક સજાની માંગ કરી હતી.

ભાવનગર ટ્રિપલ હત્યાકાંડ મામલે સુરતમાં ઘેર પ્રત્યાઘાત પડ્યા છે. સુરતના વરાછામાં રબારી સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ હતી. અને રબારી સમાજે ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી આરોપીને કડક સજાની માંગ કરી હતી. સમાજના અગ્રણીઓ ચાલુ કેન્ડલ માર્ચ દરમ્યાન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતાં. તો ઘટનાને લઈ સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આવો વ્યક્તિ સમાજનો ક્યારેય હોતો નથી, દસ દસ દિવસ સુધી આરોપીએ સમાજના લોકોને પણ ગેરમાર્ગે દોર્યા જેથી સમાજ આવા વ્યક્તિને માફ નહીં કરે. આવા આરોપી માનવ સમાજ માટે ઘાતક છે તેમ કહ્યુ હતું. તો સાથે સમાજના લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે ત્રણેય મૃતકોની આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે.

Exit mobile version