ડૉ. હર્ષ પંડ્યાના આત્મહત્યા મામલે મોડાસામાં કેન્ડલ માર્ચ
પરિવારજનો, નગરજનો અને મોટી સંખ્યામાં તબીબો જોડાયા
હાથમાં પ્લેકાર્ડ સાથે ન્યાયની માગ
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેગિંગના ત્રાસથી આત્મહત્યા કરનાર ૩૦ વર્ષીય રેસિડેન્ટ ડૉ. હર્ષ પંડ્યા મામલે તેમના માદરે વતન મોડાસા ખાતે ભારે રોષ અને શોકનો માહોલ છે. આ કેસમાં પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે વહીવટી અને રાજકીય સ્તરે મોટી હલચલ જોવા મળી રહી છે.
સુરતમાં ડૉ. હર્ષ પંડ્યા મામલે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન કિશોર મકવાણા મોડાસા પહોંચ્યા હતા. માદરે વતન મોડાસા ખાતે ડૉ. હર્ષના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી અને દુઃખમાં સહભાગી થયા હતા. ચેરમેને સ્પષ્ટ કર્યું કે આયોગ આ સમગ્ર મામલે નજર રાખી રહ્યું છે અને ભવિષ્યમાં કોઈ હોનહાર યુવાન આવી વિકૃત માનસિકતાનો ભોગ ન બને તે માટે કડક પગલાં લેવાશે. ડૉ. હર્ષ પંડ્યાના આત્મહત્યા મામલે મોડાસામાં કેન્ડલ માર્ચ નીકળી હતી અને હાથમાં પ્લેકાર્ડ સાથે ન્યાયની માગ કરી છે
મોડાસામાં ડૉ. હર્ષ પંડ્યાની અંતિમયાત્રા નીકળતા સમગ્ર પંથકમાં શોક વ્યાપી ગયો હતો, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા. સુરતમાં સિનિયરો દ્વારા કરવામાં આવેલા ઇમોશનલ બ્લેકમેલ અને માનસિક ત્રાસ વિરુદ્ધ મોડાસામાં જનઆક્રોશ રેલી જેવો માહોલ સર્જાયો છે મૃતકના પિતાની ફરિયાદના આધારે દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

