Site icon hindtv.in

માંડવી પાલિકાની યોજનાર ચૂંટણીમાં ઉમેદવારી

માંડવી પાલિકાની યોજનાર ચૂંટણીમાં ઉમેદવારી
Spread the love

માંડવી પાલિકાની યોજનાર ચૂંટણીમાં ઉમેદવારી
ભાજપના તમામ ઉમેદવારોએ અંબાજી માતાના આશીર્વાદ લઇ ફોર્મ ભર્યા
6 વોર્ડ માટે 24 ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ ભર્યા.

માંડવી પાલિકાની યોજનાર ચૂંટણીમાં ઉમેદવારી કરનાર ભાજપના તમામ ઉમેદવારોએ અંબાજી માતાના આશીર્વાદ લઇ સાંસદ પ્રભુભાઈ વસાવા તેમજ ધારાસભ્ય કુંવરજી હળપતિ આગેવાનીમાં 6 વોર્ડ માટે 24 ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ ભર્યા.

હાલમાં 26મી એપ્રિલે યોજાનારી માંડવી નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત આજરોજ 6 વોર્ડના 24 ઉમેદવારોએ પોતાના ડમી ઉમેદવાર સાથે માંડવી પાલિકા ખાતે ઉમેદવારી નોંધાવી હતી જેમાં સવારે 10:00 કલાકે અંબા માતાજીના આશીર્વાદ લઇ પોતાના સમર્થકો સાથે અનેરા ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે લુહારવાડ થઈ વલ્લભવડ ખાતે સરદાર વલ્લભભાઈની પ્રતિમાને સાંસદ પ્રભુભાઈ વસાવા જગદીશભાઈ પારેખ તેમજ પ્રિતેશભાઈ રાવળ તથા પાલિકાની યોજાનાર ચૂંટણી જંગમાં જંપલાવનાર તમામ ઉમેદવારોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ડીજેના સથવારે માંડવી નગરપાલિકા ખાતે પહોંચી તમામ ઉમેદવારોએ 12.39 મિનિટે પોતાનીઉમેદવારી પત્રો માંડવી નગરપાલિકા ચૂંટણી અધિકારી પી સી પટેલને સુપ્રત કર્યા હતા.

આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ સુરત જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશભાઈ પારેખ માંડવી નગરના પ્રભારી અજીતસિંહ સૂરમાજી, નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળ, મહામંત્રી શાલિનભાઈ શાહ તેમજ નગર સંગઠનના હોદ્દેદારો કાર્યકરો તથા ઉમેદવારોના સમર્થકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા..

Exit mobile version