Site icon hindtv.in

સુરતમાં કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે છેતરપીંડી

સુરતમાં કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે છેતરપીંડી
Spread the love

સુરતમાં કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે છેતરપીંડી
સાયબર ક્રાઇમ સેલે મુખ્ય આરોપીની મોહાલીથી ધરપકડ કરી
મુખ્ય આરોપી અમિત સોનીની ધરપકડ કરી

સુરત સાયબર ક્રાઇમ સેલે કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે લાખોની ઓનલાઈન છેતરપીંડી આચરનાર મુખ્ય આરોપીની મોહાલીથી ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દીધો છે.

સુરત સાયબર ક્રાઈમ સેલે કેનેડાના વર્ક પરમિટ વિઝાના બહાને ઓનલાઇન છેતરપીંડી કરનાર મુખ્ય આરોપી અમિત સોનીની ધરપકડ કરી છે. આરોપી પંજાબના મોહાલી ખાતે શંતીફ ગ્રુપ ઓફ કન્સલ્ટન્ટ નામે વિઝા કન્સલ્ટન્સી ચલાવતો હતો અને લોકોને કેનેડામાં વર્ક પરમિટ અપાવવાની લાલચ આપતો હતો. ફરિયાદીના 14 ક્લાયન્ટોને કેનેડાના વર્ક પરમિટ અપાવવાનું વચન આપી આરોપીએ રજીસ્ટ્રેશન, એમ્બેસી ફી અને પ્રોસેસિંગ ચાર્જના નામે તબક્કાવાર કુલ 7 લાખ 1 હજાર રૂપિયાની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી હતી. ત્યારબાદ આરોપીએ વિનપેક, ટર્નર અને હેમ્પટન બાય હિલ્ટન જેવી કંપનીઓના બનાવટી એપોઇન્ટમેન્ટ અને ઓફર લેટર મોકલી ફરિયાદી અને તેના ક્લાયન્ટો સાથે છેતરપીંડી આચરી હતી. ફરિયાદ મળ્યા બાદ સુરત સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન આરોપીને પંજાબના મોહાલીથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીના બેંક એકાઉન્ટ સામે રાજકોટ અને ગાંધીનગરમાં પણ કુલ ત્રણ ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે, જેમાં અંદાજે 3 લાખ 4 હજાર રૂપિયાની છેતરપીંડી થયાનું ખુલ્યું છે. તો બીજી તરફ સાયબર ક્રાઇમ પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર આવતી વર્ક પરમિટ અને વિઝાની લલચાવતી જાહેરાતોથી સાવચેત રહેવાની અપીલ કરી છે.

Exit mobile version