Site icon hindtv.in

સુરત શહેરને નશામુક્ત બનાવવા અભિયાન

સુરત શહેરને નશામુક્ત બનાવવા અભિયાન
Spread the love

સુરત શહેરને નશામુક્ત બનાવવા અભિયાન
શહેરભરમાં ડ્રગ્સ વિરુદ્ધ સતત કાર્યવાહી હાથ ધરાઈ
450 જેટલા આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા

સુરત શહેરને નશામુક્ત બનાવવા માટે સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન વધુ આક્રમક બનાવવામાં આવ્યું છે. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોતના માર્ગદર્શન હેઠળ શહેરભરમાં ડ્રગ્સ વિરુદ્ધ સતત કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.

સુરત શહેર પોલીસ દ્વારા નશાના વેપારીઓ અને ગુનેગારો સામે કડક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન અંતર્ગત વર્ષ 2025 અને 2026 દરમિયાન કુલ 327 નાર્કોટીક્સના કેસ નોંધવામાં આવ્યા છે. કાર્યવાહીમાં 14 કરોડ રૂપિયાથી વધુ કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે, જ્યારે 450 જેટલા આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે. સુરત શહેર એસઓજી દ્વારા વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.

શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નાર્કોટીક્સના ગુનામાં પકડાયેલા અને હાલમાં જામીન પર મુક્ત થયેલા 140થી વધુ આરોપીઓને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બોલાવવામાં આવ્યા હતા. અહીં સુરત શહેર પોલીસે તમામ આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરી તેમના ડોઝિયર્સ ખોલ્યા હતા તેમજ ખાસ સર્વિસ પ્રકારની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ ભવિષ્યમાં ફરી નશાના કારોબાર અથવા નાર્કોટીક્સની પ્રવૃત્તિમાં સામેલ ન થવા કડક ચેતવણી આપવામાં આવી હતી.

Exit mobile version