સુરતના જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા
એક જ દિવસમાં બે અંગદાન કરાતા આઠ વ્યક્તિઓને નવજીવન મળ્યુ
સુરતના જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા એક જ દિવસમાં બે અંગદાન કરાતા આઠ વ્યક્તિઓને નવજીવન મળ્યુ છે.
સુરત શહેર હાલ ઓર્ગન ડોનર સીટી તરીકે ઓળખાઈ રહી છે. ત્યારે સુરતની જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા એક જ દિવસમાં બે વ્યક્તિઓના અંગદાન કરાતા એક સાથે 8 વ્યક્તિઓને નવજીવન મળ્યુ છે. સુરતના પ્રજાપતિ પરિવાર અને કાચા પરિવાર દ્વારા કીડની, લીવર તથા ચક્ષુઓનુ દાન કરાયુ હતું. તો જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત દ્વારા 27 અને 28મુ અંગદાન કરાયુ હતું. જે અંગે વધુ માહિતી મીડિયાને અપાઈ હતી.

