બગસરા એસ.ટી. બસ સ્ટેશન ખાતે હિટ વેવને પગલે છાશનુ વિતરણ
મુસાફરો અને કર્મચારીઓને ઠંડી છાશનુ વિતરણ કરવામાં આવ્યું
બગસરા એસ.ટી. બસ સ્ટેશન ખાતે હિટ વેવની આગાહીને ભાગરૂપે મુસાફરો અને કર્મચારીઓને ઠંડી છાશનુ વિતરણ કરવામાં આવ્યું
અમરેલીના બગસરા એસ.ટી. બસ સ્ટેશન ખાતે ડેપો મેનેજર એન. એમ.ગઢવી મેડમના માર્ગદર્શન હેઠળ એસ. ટી.કર્મચારી મંડળ બગસરા દ્વારા મુસાફરો અને કર્મચારીઓ માટે ઠંડી છાશાનુ વિતરણ કરવામાં આવ્યું ડેપો મેનેજર એન.એમ.ગઢવી મેડમ સહિત એસ.ટી. કર્મચારીઓ ઉપસ્થિતિમાં મુસાફરો અને કર્મચારીઓને અસહ્ય ઉકળાટ ગરમીથી રાહત મળે તેવા હેતુથી ઠંડી છાશનુ વિતરણ કરવામાં આવ્યું એસ.ટી.ના કર્મચારીઓ દ્વારા પ્રશંસનીય સારી કામગીરી કરવામાં આવી મુસાફરો આ ધોમધખતા તાપમા મુસાફરી કરી રહ્યા હોય તે દરમિયાન એસ.ટી.બસ સ્ટેશન ખાતે ઠંડી છાશ પીયને તાપમાન ઠંડકનો અહેસાસ કરાવ્યો.

