Site icon hindtv.in

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં બસનો અકસ્માત

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં બસનો અકસ્માત
Spread the love

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં બસનો અકસ્માત
બીઆરટીએસ કોરિડોરમાં ટેમ્પા ચાલકે બસને મારી ટક્કર
ટક્કર મારતા બસના કાચ તુટીગયા

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં બીઆરટીએસ કોરિડોરમાં બેફામ દોડતા ટેમ્પા ચાલકે બસને આગળના ભાગે ટક્કર મારતા બસના કાચ તુટી ગયા હતાં.

સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં બીઆરટીએસ કોરિડોરમાં પ્રતિબંધ હોવા છતાં ખાનગી વાહનો સતત પ્રવેશ કરી રહ્યા છે. ખાનગી વહાનોના કારણે અકસ્માતનીઘટનાઓ અટકવાનું નામ લેતી નથી ત્યારે રવિવારે બપોરે જહાંગીરપુરાથી અલથાણ જતી બસને કૈલાશનગર પાસે અકસ્માત નડ્યો હતો. રોંગ સાઇડમાં ધસી આવેલા ટેમ્પોએબસને ટક્કર મારતા બસના આગળના ભાગના કાચના ફુરચા ઉડી ગયા હતાં. તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે. જે ટેમ્પા ચાલકની ગંભીરબેદરકારીની સાક્ષી પૂરે છે. તો અકસ્માત એટલો ભયાનક હતો કે બસના કાચ તૂટીને રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતાં. હાલ બનાવને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.

Exit mobile version