Site icon hindtv.in

રાજસ્થાનના જયપુર પોલીસ મથકની હદમાં લાખોની ઘરફોડ ચોરી

રાજસ્થાનના જયપુર પોલીસ મથકની હદમાં લાખોની ઘરફોડ ચોરી
Spread the love

રાજસ્થાનના જયપુર પોલીસ મથકની હદમાં લાખોની ઘરફોડ ચોરી
ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનાર રીઢાને અમરોલી પોલીસે ઝડપ્યો
આરોપી મનોજ વણોદીયાને પોલીસે ઝડપ્યો

રાજસ્થાનના જયપુર પોલીસ મથક વિસ્તારમાં લાખોની ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનાર રીઢાને અમરોલી પોલીસે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ જે.બી.વનારની ટીમ પીએસઆઈ જેજી કામળીયાના માર્ગદર્શ હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારેઅહેકો રવિરાજસિંહ હરીસિંહ અને અપોકો રવિરાજસિંહ પ્રવિણસિંહ ને મળેલી બાતમીના આધારે રાજસ્થાનના જયપુર પોલીસ મથકમાં 45 લાખની ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા મુળ બોટાદનો અને હાલ હરિયાણામાં રહેતા આરોપી મનોજ વણોદીયાને ઝડપી પાડી તેનો કબ્જો રાજસ્થાન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version