સુરત ઉત્રાણ પોલીસ મથકની હદમાં ઘરફોડ ચોરી
મોટા વરાછા ખાતે બેકરીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો
રીઢા ચોર તુષાર દિનેશભાઈ આહણિયાની ધરપકડ કરી
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉત્રાણ પોલીસ મથકની હદમાં મોટા વરાછા ખાતે બેકરીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢી રીઢા ચોરને ઝડપી પાડ્યો હતો.
સુરત શહેરમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સુરત પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનર દ્વારા અપાયેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચની ઘરફોડ સ્કોડની ટીમે બાતમીના આધારે મોટા વરાછા વિસ્તારમાં આવેલી વિજયા બેકરીમાં થયેલી ઘરફોડ ચોરીના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે કતારગામના પ્રભુનગર વિસ્તારમાંથી રીઢા ચોર તુષાર દિનેશભાઈ આહણિયાની ધરપકડ કરી હતી. રીઢાની પૂછપરછ કરાતા તેણે કબુલાત કરી હતી કે સાગરીતો પ્રવીણ નાગર અને હીરેન ગોહીલ સાથે મળીને મોટા વરાછાની વિજયા બેકરીમાં ઘરફોડ ચોરી કરી હતી. હાલ રીઢાનો કબ્જો ક્રાઈમ બ્રાન્ચે ઉત્રાણ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

