Site icon hindtv.in

ભાવનગર બોરતળાવ વિસ્તારમાં ઘરફોડ ચોરી

ભાવનગર બોરતળાવ વિસ્તારમાં ઘરફોડ ચોરી
Spread the love

ભાવનગર બોરતળાવ વિસ્તારમાં ઘરફોડ ચોરી
પરિવાર લગ્ન પ્રસંગમાં ગયા અને ઘરમાંથી લાખોની જવેલરીની ચોરી

બોરતળાવ વિસ્તારમાં ઘરફોડ ચોરી થઇ, પરિવાર લગ્ન પ્રસંગમાં ગયા અને ઘરમાંથી લાખોની જવેલરીની ચોરી થઈ

ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારની સરદાર પટેલ સોસાયટીમાં સાત તારીખના રોજ થયેલી ઘરફોડ ચોરીમાં ફરિયાદ નોંધાવા પામી છે. બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ઉષાબેન નરેશભાઈ જોશીએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ઘરે કોઈ ન હોય અને પ્રસંગમાં જમણવારમાં ગયા હોય તેવા સમયે બપોરના ગાળામાં અજાણ્યા શખ્સ ઘરના દરવાજાનો નકૂચો તોડી પ્રવેશ કરીને કબાટમાં રહેલા ૧,૯૭,૭૦૯ ના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગયો છે. ફરિયાદ બાદ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે..

Exit mobile version