Site icon hindtv.in

ભરૂચ જંબુસરના દહેગામમાં પરાજિત ઉમેદવારની દાદાગીરી.

ભરૂચ જંબુસરના દહેગામમાં પરાજિત ઉમેદવારની દાદાગીરી.
Spread the love

ભરૂચ જંબુસરના દહેગામમાં પરાજિત ઉમેદવારની દાદાગીરી.
ગળામાં ભાજપનો ખેસ અને હાથમાં તલવાર સાથેનો વીડિયો વાયરલ.
આપ ઉમેદવાર સોહેલ મલેક સામે હાર થતા ઉતાર્યો રોષ.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો હજુ શાંત જ પકડ્યો છે, ત્યારે આ ચૂંટમીમાં મતદાન અને મતગણતરીની પ્રક્રિયા બાદ ભરૂચના જંબુસર તાલુકા પંચાયતની કાવી-2 બેઠક પર પરાજિત ભાજપના ઉમેદવારનો તલવાર સાથેનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી

ભરૂચના જંબુસરની કાવી-2 બેઠક પર પરાજિત ભાજપ ઉમેદવાર શકીલ અહેમદ મલેકનો તલવારવાળો વીડિયો અને પાણી કાપવાની ચીમકી વોટ્સએપ પર વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. આ મામલે આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવારે તપાસની માંગ કરી છે, ત્યારે પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. સાથે જ ગામમાં પાણી પુરવઠો બંધ કરાવવાની ચીમકી આપતા વોટ્સએપ મેસેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો વધુ ગરમાયો છે. ભરૂચના જંબુસર તાલુકાના દહેગામ વિસ્તારમાં કાવી-2 બેઠકના પરિણામ બાદ રાજકીય તણાવનું વાતાવરણ સર્જાયું હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને મેસેજમાં ભાજપના ઉમેદવાર શકીલ અહેમદ મલેકના નામ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ તલવાર સાથે દેખાઈ રહ્યા છે અને પાણી પુરવઠો બંધ કરવાની ચીમકી આપી રહ્યા છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version