સુરતમાં બેંક રીકવરી એજનટની દાદાગીરી
બજાજ ફાયનાન્સના રિકવરી એજન્ટોએ વ્યક્તિને માર માર્યો
ડીંડોલી પોલીસે ત્રણે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો
સુરતમાં બેંક રીકવરી એજનટની દાદાગીરી સામે આવી છે. બજાજ ફાયનાન્સના રિકવરી એજન્ટોએ એક વ્યક્તિને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.
સુરતના ડીંડોલી વિસ્તારમાં બજાજ ફાઇનાન્સના રિકવરી એજન્ટો દ્વારા એક વ્યક્તિને માર મારવાનો બનાવ સામે આવ્યો છે. રવિવારે બપોરે 2:00 વાગ્યાની આસપાસ એજન્ટે ફોન કરી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. એજન્ટ દ્વારા વ્યક્તિના ઘરના નીચે ઉભા રહી ફોન કરી તેને ઘરના નીચે બોલાવ્યો હતો અને ગાળો આપ્યા બાદ માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. બજાજ ફાઇનાન્સના રિકવરી એજન્ટોની પઠાણી ઉઘરાણીનો ભોગ બનનારએ 112 પર ફોન કરી બજાજ ના રિકવરી એજન્ટો સામે ફરિયાદી નોંધાવી હતી તો ભોગ બનનારના ગળાના ભાગે થતા છાતીના ભાગે ઈજાના નિશાનો જોવા માળ્યા હતા હાલ તો આ મામલે ડીંડોલી પોલીસે ત્રણે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

