સુરતના ઉમરા પોલીસ મથકમાં દાદાગીરી
પોલીસ કર્મચારીએ કરેલી દાદાગીરી સીસીટીવીમાં કેદ
વિડીયો વાયરલ થતા પોલીસ સામે સવાલો ઉભા થયા
સુરતના ઉમરા પોલીસ મથક વિસ્તારમાં દુકાનદાર સાથે પોલીસ કર્મચારીએ કરેલી દાદાગીરી સીસીટીવીમાં કેદ થઈ હોય જે વિડીયો વાયરલ થતા પોલીસ સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.
સુરત શહેરમાં વધુ એક વખત પોલીસની દાદાગીરી સામે આવી છે. ઉમરા વિસ્તારમાં દુકાનદાર સાથે પોલીસ ગેરવર્તન કરતી નજરે પડી હતી. રાત્રીના સમયે દુકાનદાર સાથે પોલીસે રકઝક કરી હતી. અને મોડી રાત સુધી ચાલુ દુકાન બંધ કરાવી હતી. તો આ સમયે જતા થઇ હતી તો આ સમયે ઉશ્કેરાયેલા પોલીસ કર્મીએ હાથ ઉપાડ્યો હતો અને લાફો માર્યો હતો. દુકાનમાં આવતા કહ્યુ કે બંધ કરવાનો ઓર્ડર છે તેમ કહી માર માર્યો હતો. હાલ તો સુરત શહેરના પોષ વિસ્તારના સીસીટીવી વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા થયા છે.

