Site icon hindtv.in

સુરતમાં યોગીચોક વિસ્તારમાં બિલ્ડરની મનમાની

સુરતમાં યોગીચોક વિસ્તારમાં બિલ્ડરની મનમાની
Spread the love

સુરતમાં યોગીચોક વિસ્તારમાં બિલ્ડરની મનમાની
પાલિકાની મંજુરી વગર ત્રણ સાઈડે ખાડો ખોદાતા રહિશોનો વિરોધ
મોટી હાઈરાઈઝ બિલ્ડીંગો વચ્ચે બેઝમેન્ટનો ખાડો ખોદયો

સુરતમાં ફરી યોગીચોક વિસ્તારમાં બિલ્ડરની મનમાની સામે આવી છે પાલિકાની મંજુરી વગર ત્રણ સાઈડે આવેલા મોટી હાઈરાઈઝ બિલ્ડીંગો વચ્ચે બેઝમેન્ટનો ખાડો ખોદાતા રહિશોએ વિરોધ કર્યો હતો.

સુરતના અલથાણમાં બિલ્ડરની બેદરકારી બાદ સુરતમાં ફરી એક વખત બિલ્ડર ની મનમાની સામે આવી છે. કેલીકુંજ વેદિકા પ્રોજેક્ટના બિલ્ડરે પાલિકાની મંજૂરી વગર જ ખાડો ખોદી નાખ્યો હતો. યોગીચોક વિસ્તારમાં આવેલ યોગી હાઈટ્સના રહેવાસી 200 પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પાલિકાની કોઈપણ પ્રકારની મંજૂરી મળી નથી છતાં બિલ્ડર દ્વારા પેજમેન્ટનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની તેવા સવાલો ઉભા થયા હતાં. આ પ્રોજેક્ટની ત્રણેય સાઈડ મોટી હાઇરાઇઝ બિલ્ડીંગો આવેલી છે જેથી વિરોધ કરાતા સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી અટકાવવામાં આવી હતી. અને સાત દિવસમાં બિલ્ડરને નોટિસનો ખુલાસો આપવા પણ જણાવવામાં આવ્યું હતું. પાલિકાએ જે નોટિસ આપી છે તેમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બાંધકામ ગેરકાયદેસર શરૂ કરવામાં આવ્યુ છે.

Exit mobile version