Site icon hindtv.in

સુરત કતારગામમાં મહિલા સાથેને સંબંધમાં બિલ્ડરની ચપ્પુના ઘા મારી હત્યા

સુરત કતારગામમાં મહિલા સાથેને સંબંધમાં બિલ્ડરની ચપ્પુના ઘા મારી હત્યા
Spread the love

સુરત કતારગામમાં મહિલા સાથેને સંબંધમાં બિલ્ડરની ચપ્પુના ઘા મારી હત્યા
પત્નીના પ્રેમીને દોડીને પેટમાં ચપ્પુ ઘુસાડી દીધું
પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રી-કન્સ્ટ્રક્શન કર્યુ

સુરતના કતારગામમાં બિલ્ડરની ચપ્પુના ઘા મારી કરાયેલી હત્યા મામલે મુખ્ય આરોપી ઝડપાયો છે. આરોપીએ પત્નીના પ્રેમીને દોડીને પેટમાં ચપ્પુ ઘુસાડી દીધું હતું, પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રી-કન્સ્ટ્રક્શન કર્યુ હતું.

સુરતના કતારગામ ધનમોરા ચાર રસ્તા નજીક જે.કે.પી. નગરમાં 12 જાન્યુઆરી, 2026ના રોજ સસ્તા અનાજની દુકાન પાસે સરથાણાના બિલ્ડર વિપુલ રવજી માંડાણી જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી રહેંસી નાંખવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે ગણતરીના કલાકોમાં પાનનો ગલ્લો ચલાવતા અશ્વીન સોલંકી, હિતેશ સોલંકી અને સમગ્ર ઘટના જે સીસીટીવીમાં કેદ થઈ હતી તેનું ડીવીઆર ગાયબ કરનાર વકીલ પ્રફુલ સોલંકી સહિત ત્રણ આરોપીઓની જે તે વખતે પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે આ ગુનામાં મુખ્ય આરોપી એવા અજય શંભુ સોલંકીને ઝડપી પાડ્યો હતો. તો આરોપીની પત્નિ સાથે બિલ્ડર વિપુલના અનૈતિક સંબંધ હતા અને જેને લઈ અગાઉ પણ ઝઘડો થયો હતો તો વિનંતી કર્યા બાદ પણ બિલ્ડરે આરોપીની પત્નિ સાથે સંબંધ ન તોડતા આખરે અજય સોલંકીએ ચપ્પુના ઘા મારી તેની હત્યા કરી નાંખી હતી. પોલીસ આરોપીને ઘટના સ્થળે લઈ ગઈ હતી અને ત્યાં ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કર્યુ હતું.

Exit mobile version