Site icon hindtv.in

સુરતના મહિધરપુરામાં બીએસએનએલ કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો

સુરતના મહિધરપુરામાં બીએસએનએલ કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો
Spread the love

સુરતના મહિધરપુરામાં બીએસએનએલ કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો
કેબલ ડક્ટ ચેમ્બરમાંથી લાખોની કિંમતના કોપર વાયર ચોરાયા હતા
મહિધરપુરા પોલીસે રીઢા કેબલ ચોરોને ઝડપી પાડ્યા

સુરતના મહિધરપુરા વિસ્તારમાં બીએસએનએલ કંપનીના કેબલ ડક્ટ ચેમ્બરમાંથી લાખોની કિંમતના કોપર કેબલ વાયર ચોરી કરનાર રીઢાઓને મહિધરપુરા પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરતની મહિધરપુરા પોલીસે બાતમીના આધારે બે રીઢાઓ અમન રામાનંદ પાસી અને રાહુલ શેખને ઝડપી પાડ્યા હતાં. પોલીસે આરોપીઓની પુછપરછ કરતા આરોપીઓએ કબુલાત કરી હતી કે તેઓએ ગલેમંડી વિસ્તારમાં રેકી કર્યા બાદ નજીકની હોટલમાં રોકાણ કર્યું હતું. પોતે જીઈબીના કર્મચારી હોવાની ખોટી ઓળખ ઉભી કરી અને ખોટા આધાર પુરાવા આપીને મજૂરો તેમજ જેસીબી વાહનની મદદ લીધી હતી. આરોપીઓએ 2 ઓગસ્ટની રાત્રે બીએસએનએલ કંપનીના કેબલ ડક્ટ ચેમ્બરના ઢાંકણા ઉચકીને અંદાજે 4 લાખ 98 હજાર 960 રૂપિયાની કિંમતના કોપર કેબલ વાયર ટ્રકમાં લોડ કરી ચોરી કરી હતી. આ ઉપરાંત ફરીથી આશરે 800 મીટર કોપર વાયર ચોરી કરવા આવતા હતા, તે પહેલાં જ મહિધરપુરા પોલીસે બંનેને ઝડપી પાડ્યા હતાં. હાલ તો પોલીસે આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન સહિત કેબલ કાપવાના સાધનો, રિફ્લેક્ટર જેકેટ, હેલ્મેટ, વાયર રોપ અને અન્ય સામાન કબજે કર્યો છે. પોલીસ તપાસમાં આરોપી અમન પાસી સામે ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં અગાઉથી ચોરી અને અન્ય ગુનાઓના અનેક કેસ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ મહિધરપુરા પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

Exit mobile version