Site icon hindtv.in

માલપુર ના લાલપુર ના બીએસએફ જવાનનું મોત

માલપુર ના લાલપુર ના બીએસએફ જવાનનું મોત
Spread the love

માલપુર ના લાલપુર ના બીએસએફ જવાનનું મોત
પશ્ચિમ બંગાળ ફરજ દરમિયાન હૃદયરોગ થી થયું મોત
મૃતકના નશ્વર દેહને વતન લાલપુર લવાયો
આર્મી જવાનો દ્વારા અપાયું ગાર્ડ ઓફ ઑનર
પુરા રાષ્ટ્રીય સન્માન સાથે મૃતક ની અંતિમ વિધિ કરાઈ
સાંસદ ,જિલ્લા ભાજપ પ્રમુખ,જી.પં પ્રમુખે આપી શ્રદ્ધાંજલિ
તા.પં પ્રમુખ,તાલુકા ભાજપ પ્રમુખ પણ અંતિમવિધિ માં હાજર

 

અરવલ્લી માલપુર તાલુકાના લાલપુર ગામના વતની અને બીએસએફમાં ફરજ બજાવતા બાબુભાઈ હીરાભાઈ ખાંટનું પશ્ચિમ બંગાળમાં ફરજ દરમિયાન દુઃખદ અવસાન થયું હતું. 15મી તારીખે ફરજ પર હાજર બાબુભાઈને અચાનક છાતીમાં દુખાવો થતાં તેઓ જમીન પર પડી ગયા હતા.

પશ્ચિમ બંગાળ ફરજ દરમિયાન માલપુરનાં લાલપુરનાં BSF જવાનનું હૃદયરોગથી મોત નીપજ્યું હતું. જવાનનાં નશ્વર દેહને વતન લાલપુર લવાયો હતો. આર્મી જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઑનર આપી રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિધિ કરાઈ છે. સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ, જિ.પં. પ્રમુખ, તા.પં. પ્રમુખ, તાલુકા BJP પ્રમુખ સહિતનાં અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ આપી દુ:ખ વ્યક્ત કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લાનાં માલપુર તાલુકાનાં લાલપુર ગામનાં વતની બાબુભાઈ હીરાભાઈ ખાંટ બીએસએફ જવાન તરીકે પશ્ચિમ બંગાળમાં ફરજ બજાવતા હતા. દરમિયાન, બાબુભાઈને હૃદયરોગનો હુમલો થતાં તેમનું મોત નીપજ્યું હતું. બાબુભાઈનાં નશ્વર દેહને વતન લાલપુર લવાયો હતો. જ્યાં આર્મી જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સન્માન સાથે બાબુભાઈની અંતિમ વિધિ કરાઈ છે. અરવલ્લી હિતેન્દ્ર પટેલ

Exit mobile version