સુરત : વરાછામાં રહેતી બહેન સાથે ભાઈએ છેતરપિંડી આચરી
ઉત્રાણ પોલીસે ભાઈ અને પુત્રની મુંબઈથી ધરપકડ
સુરતની ઉત્રાણ પોલીસે મોટા વરાછા ખાતે રહેતી બહેનના ઘરે જ લાખોની ઠગાઈ આચરનાર ભાઈને ઝડપી પાડી તેની પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરતમાં ઠગાઈના વધી રહેલા બનાવો વચ્ચે હવે તો સંબંધ અને તે પણ ભાઈ બહેનના પવિત્ર સંબંધમાં પણ ઠગાઈ આચરાઈ રહી છે. ત્યારે સુરતના મોટા વરાછા ખાતે રહેતી બહેનને વિશ્વાસમાં લઈ ભાઈ રાજુ શિરોયા અને ભત્રીજા અક્ષય શિરોયાએ તેની પાસેથી 50 હજાર રોકડ તથા 18 તોલુ સોનુ પડાવ્યુ હતુ અને બન્ને ભાગી છુટતા બહેનએ ઠગ ભાઈ અને ભત્રીજા વિરૂદ્ધ ઉત્રાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે ઉત્રાણ પોલીસે મુંબઈમાંથી આરોપીઓને ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તો આરોપી અક્ષય શિરોયા ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનુ પણ સામે આવ્યુ છે.

