સુરતમાં બુટલેગરો બેફામ બન્યા
લિંબાયતના ક્રિષ્ના નગરમાં દારૂના અડ્ડા પાસે પથ્થરમારો
પરિવારના ઘર પર બુટલેગરના માણસો દ્વારા પથ્થરમારો
સુરતમાં બુટલેગરો બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે લિંબાયતના ક્રિષ્ના નગરમાં દારૂના અડ્ડા પાસે રહેતા પરિવારના ઘર પર બુટલેગરના માણસો દ્વારા પથ્થરમારો કર્યો હતો.
સુરતના લિંબાયત વિસ્તારના ક્રિષ્ના નગરમાં બુટલેગર બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે દારૂના અડ્ડા પાસે આવેલ એક પરિવારના મકાન પર 10 થી 15 જેટલા યુવકોએ પથ્થરમારો કરી જીવલેણ હુમલો કર્યો હતો. બુટલેગર દ્વારા કરાયેલા હુમલામાં પરિવારનો એક ઈસમ ઈજાગ્રસ્ત થયો હતો. જેને લઈ લિંબાયતના બુટલેગર ઉપર કોનો આશીર્વાદ છે તેવી ચર્ચા જોવા મળી હતી.

