Site icon hindtv.in

સુરતમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવા કિમીયા

સુરતમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવા કિમીયા
Spread the love

સુરતમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવા કિમીયા
ફ્રુટની હેરાફેરીની આડમાં દારૂની હેરાફેરી
મોબાઈલ સહિત 8 લાખ 48 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે

સુરતમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવા કિમીયા કરતા હોય છે ત્યારે ફ્રુટની હેરાફેરીની આડમાં દારૂની હેરાફેરી કરનારાઓને પોલીસે ઝડપી પાડ્યા હતાં.

દારૂની હેરાફેરીનો નવો કીમિયો ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે પુણા કંગારૂ સર્કલ નજીકથી પસાર થતા એક ફ્રુટ ભરેલો બોલેરો પિકઅપ કે જેમાં તરબુચની આડમાં દારૂની હેરાફેરી કરાતી હોય તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે તપાસ કરતા ઉપર ફ્રુટ અને નીચે દારૂનો જથ્થો હોવાુ સામે આવ્યુ હતું. જેથી પોલીસે 4.88 લાખનો દારૂનો જથ્થો, ટેમ્પો, ફ્રુટ અને મોબાઈલ સહિત 8 લાખ 48 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પા ચાલકની ધરપકડ કરી હતી.

Exit mobile version