Site icon hindtv.in

સુરતમાં દરોડા સમયે પોલીસ સાથે બુટલેગર ગેન્ગનું ઘર્ષણ

સુરતમાં દરોડા સમયે પોલીસ સાથે બુટલેગર ગેન્ગનું ઘર્ષણ
Spread the love

સુરતમાં દરોડા સમયે પોલીસ સાથે બુટલેગર ગેન્ગનું ઘર્ષણ
પોલીસે ગણતરીની કલાકોમાં બે આરોપીઓને પણ ઝડપી પાડ્યા

સુરતમાં ફરી પોલીસ પર બુટલેગર દ્વારા હુમલો કરાયો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ઉતરાણ પોલીસ મથકના પોલીસ જવાનો પર હુમલો કરનાર બુટલેગર અને તેની ટોળકીના બેને હાલ પોલીસે ઝડપી પાડ્યા છે.

ઉત્રાણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉત્રાણ પોલીસની ટીમે કંટ્રોલ રૂમના મેસેજના આધારે ભરથાણા હનુમાન મંદિર પાસે રામનગરમાં રેડ કરી ત્યાં ઘર નંબર 846 માં દારૂ વેચતા બુટલેગર કરણ કૈલાશ ખીંચીને દારૂની 11 બોટલ સાથે ઝડપી લીધો હતો. પોલીસ દારૂ કબ્જે કરી તેના વિરુદ્ધ કાર્યવાહી કરી રહી હતી ત્યારે કરણે બુમાબુમ કરતા આસપાસથી પરિવાર અને અન્ય લોકોનું ટોળું ધસી આવ્યું હતું. બુટલેગરે બૂમાબૂમ કરતાં પત્ની શારદા, ભાઈ ગજાનંદ ઉર્ફે પટેલ, તેની પતી નીમા, ભરત કૈલાશ ખીચી, લક્ષ્મણ ઉર્ફે જાસુડો દલાભાઈ કછાવા, શંકર ખીચી, તેની પત્ની તેજલ તેમજ અન્ય આશરે આઠથી દસ લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને તમામે પોલીસ સાથે ઘર્ષણ પર ઉતરી આવ્યા હતા. પોલીસ સાથે ઝપાઝપી કરી કરણને છોડાવવા પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે બળપ્રયોગ કરીને કરણને પકડી લીધો હતો. જયારે ગજાનંદ ઉર્ફે પટેલ અને ભરતને તેમણે ભગાડી દીધા હતા. ઉત્રાણ પોલીસે કરણને પકડી પાડ્યો હતો. તેને પોલીસ સ્ટેશન લાવી દારૂ અંગે કાર્યવાહી કરવાની સાથે બનાવ અંગે ફરજમાં રૂકાવટ અને રાયોટિંગનો ગુનો નોંધી અન્ય આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં બે આરોપીઓને પણ ઝડપી પાડ્યા હતાં.

Exit mobile version