Site icon hindtv.in

નવસારી શહેરમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસમાં બોમ્બની ધમકી

નવસારી શહેરમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસમાં બોમ્બની ધમકી
Spread the love

નવસારી શહેરમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસમાં બોમ્બની ધમકી
બોમ્બની ધમકી મળતા ભારે ફફડાટ વ્યાપી ગયો

નવસારી શહેરમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસમાં બોમ્બની ધમકી મળતા ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

નવસારી શહેરમાં અજાણ્યા શખ્સો દ્વારા ઈ-મેલ મારફતે પોસ્ટ ઓફિસમાં બોમ્બની મળેલી આ ધમકીને પગલે સમગ્ર વહીવટી તંત્ર, પોલીસ કાફલો અને બોમ્બ સ્ક્વોર્ડ ઘટના સ્થળે દોડી ગયા હતા.ગંભીરતા જોતા બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડ દ્વારા બિલ્ડિંગમાં ખૂણેખૂણે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કોઈ પણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા ફાયર બ્રિગેડની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. છેલ્લા ૩ મહિનામાં પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની બીજી વખત ધમકી મળી છે.

પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સદનસીબે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ પોસ્ટ ઓફિસની કામગીરી ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ ઈ-મેઇલ મોકલનાર અજાણ્યા શખ્સોને ટ્રેસ કરવા માટે સાયબર સેલની મદદ લેવામાં આવી રહી છે

Exit mobile version