Site icon hindtv.in

બોલિવુડ સુપર સ્ટાર સલમાન ખાન સુરતમાં

બોલિવુડ સુપર સ્ટાર સલમાન ખાન સુરતમાં
Spread the love

બોલિવુડ સુપર સ્ટાર સલમાન ખાન સુરતમાં
સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ક્રિકેટ મેચ
ટીમોનો ઉત્સાહ વધારવા માટે સુરતની મુલાકાતે

સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી આઈએસપીએલ ક્રિકેટ મેચને નિહાળવા બોલિવુડ સુપર સ્ટાર સલમાન ખાન સુરત આવી પહોંચ્યા હતા જેઓનુ સુરત એરપોર્ટ પર સ્વાગત કરાયુ હતું.

ડાયમંડ સિટી સુરતમાં અત્યારે રમતગમત અને ગ્લેમરનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. શહેરના પ્રખ્યાત લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ એટલે કે આઈએસપીએલએ ફેન્સમાં ભારે ઉત્તેજના જગાવી છે. આગામી દિવસોમાં બોલિવૂડના સુપરસ્ટાર્સ પોતાની ટીમોનો ઉત્સાહ વધારવા માટે સુરતની મુલાકાત લેવાના છે. ત્યારે આજે શુક્રવાર 30 જાન્યુઆરીએ બોલિવૂડના સુપર સ્ટાર સલમાન ખાન સુરત આવી પહોંચ્યા હતાં. સુરત એરપોર્ટ પર સલમાન ખાન આવતા જ ભવ્ય સ્વાગત કરાયુ હતું.

Exit mobile version