પલસાણામાં બોગસ ડોક્ટર ઝડપાયો
ધોરણ 10 પાસ યુવકે કમ્પાઉન્ડરના અનુભવથી ક્લિનિક ચલાવી,
8 હજારનો મુદ્દામાલ જપ્ત
પલસાણા પો.સ્ટે. વિસ્તારના મેઘા પ્લાઝા માં ડીગ્રી વગર સાયન કિલનીક નામે દવાખાનુ ચલાવતા બોગસ ડોકટરને ઝડપી પાડતી
સુરત જીલ્લા એસ.ઓ.જી, ટીમ. જે અનુસંધાને એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી.ઇશરાણી નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખા ની ટીમો એ બાતમીઆધારે, ગઈ કાલ તા-૧૧/૦૯/૨૦૨૫ ના રોજ એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઇ ભુપેન્દ્રભાઈ અબિકાપ્રસાદ તથા અ.હે.કો. ગીરીશભાઈ મીથીલેશભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી આધારે મૌજે પલસાણા ગામે, મેધા પ્લાઝા, સાંઇ પેલેસ, દુકાન નં.-૨, તા.પલસાણા જી.સુરત ખાતે આવેલ સાયન કિલનીક માંથી એક ઈસમ જેનુ નામ રાજુ s/o મુંકુંદા બિશ્વાસ ઉ.વ-૩૧ હાલરહે.- પલસાણા ગામ, મેઘા પ્લાઝા, હરીનંદન પેલેશ, ફ્લેટ નં. ૧૦૬, તા.પલસાણા જી.સુરત માનવ જિંદગી સાથે ચેડા કરતાં અને મેડીકલ સાધન સામગ્રી સાથે પકડી પાડી તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પલસાણા પો.સ્ટે. ખાતે સોંપેલ છે…

