સુરતના કોઝવે પરથી ગુમ થયેલા વૃદ્ધની લાશ મળી
પોલીસે લાશનો કબ્જો લઈ પીએમ અર્થે ખસેડી
59 વર્ષીય ઐયુબ મલિક ગુમ થયા હતા
સુરતના કોઝવે પરથી ગુમ થયેલા વૃદ્ધની લાશ મળી આવતા પોલીસે લાશનો કબ્જો લઈ પીએમ અર્થે ખસેડી હતી.
સુરતમાં તાપી નદીમાં કોઝવે પરથી એક વૃદ્ધ ની લાશ મળી આવી હતી. બે દિવસ પહેલા ગુમ થયેલા ફુલવાડા ભરીમાતા રોડ પર રહેતા 59 વર્ષીય ઐયુબ મલિક ની ગુમ થયા અંગેની ફરિયાદ પણ પોલીસ મથકે નોંધાઈ હતી. જો કે બે દિવસ બાદ વૃદ્ધની લાશ તાપી નદીમાંથી મળી આવી હોય હાલ તો ફાયરે લાશને નદીમાંથી બહાર કાઢી પોલીસને સોંપતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
