Site icon hindtv.in

માંડવીમાં પીએમ મોદીના જન્મદિન અનુલક્ષીને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

માંડવીમાં પીએમ મોદીના જન્મદિન અનુલક્ષીને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
Spread the love

માંડવીમાં પીએમ મોદીના જન્મદિન અનુલક્ષીને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
બ્લડ ડોનેશન કેમ્પનું સાંસદ પ્રભુ વસાવાની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું
આ પ્રસંગે અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા

માંડવી સરકારી હોસ્પિટલ ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને સંયુક્ત કર્મચારી મંડળ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન અનુલક્ષીને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

જેમાં 63 વર્ષના ચંદ્રકાંતભગત વાલા એ 62વાર તેમજ 55 વર્ષની ઉંમર ધરાવતા જયંતિભાઈ ગામીતે 50 મી વાર બ્લડડોનેટ કરવામાં આવ્યું. માંડવી સરકારી હોસ્પિટલ ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને સંયુક્ત કર્મચારી મહામંડળ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું સાંસદ પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા રીબીન કાપી બ્લડ ડોનેશન કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને સંયુક્ત કર્મચારી મહામંડળને બ્લડ ડોનેશન કેમ્પ યોજવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા અને માંડવી નગરના ચંદ્રકાંત ભગત વાલા ઉંમર 63 વર્ષ જેમણે 62 મી વાર તેમજ પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ જયંતીભાઈ ગામીત ઉંમર 55 વર્ષ જેમણે 50 મી વાર બ્લડ ડોનેટ કર્યો હતો. 11.00 સુધીમાં 70 યુનિટ બ્લડ એકત્રિત થયું હતું. જેમને પણ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ મારુ વ્રતભાઈ ચૌધરી જણાવ્યું હતું કે, ગરીબ અને આદિવાસી જેવા અંતરિયાળ વિસ્તારમાં બ્લડની ખૂબ જ જરૂરિયાત પડે છે એવા ઇમરજન્સી કાર્યને ધ્યાનમાં લઇ આજરોજ બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યું હતો. જેથી જરૂરી સમયે બ્લડ મળી રહે. આ કાર્યક્રમમાં તાલુકા શિક્ષણ સંઘના શિક્ષકો તથા તલાટી મંડળના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલ ની ટીમ તથા માંડવી સરકારી હોસ્પિટલના અધ્યક્ષ પરિમલ ચૌધરી ની ટીમ દ્વારા સહયોગ આપવામાં આવેલો હતો. આ પ્રસંગે પાલિકા પ્રમુખ નિમેષભાઈ શાહ,મામલતદાર જયપ્રકાશ મિસ્ત્રી ટીડીઓ રવિન્દ્ર સિંહ સોલંકી, અનિલભાઈ ચૌધરી તેમજ માંડવી નગરસંગઠનના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા…

Exit mobile version