Site icon hindtv.in

સુરતમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પ

સુરતમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પ
Spread the love

સુરતમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પ
અધિક પોલીસ કમિશનર ઝોન ફાઈવ દ્વારા રક્તદાન કેમ્પનુ આયોજન
લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યુ

સુરતમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે સુરત અધિક પોલીસ કમિશનર ઝોન ફાઈવ દ્વારા રક્તદાન કેમ્પનુ આયોજન કરાયુ હતું જેમાં રાંદેર સહિતના વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યુ હતું.

સુરત શહેર પોલીસ આપની સાથે આપના માટે સ્લોગન સાથે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતની પ્રેરણાથી થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે સુરત શહેર અધિક પોલીસ કમિશનર ઝોન ફાઈવ વિસ્તારમાં આવતા રાંદેર, અડાજણ, પાલ, જહાંગીરપુરા, અમરોલી અને ઉત્રાણ પોલીસ મથક તથા ધી રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કુલના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પનુ આયોજન કરાયુ હતું. જહાંગીરાબાદ ઉગત કેનાલ રોડ પર આવેલ ધી રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કુલ કેમ્પસ ખાતે યોજાયેાલા રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને હેલ્મેટ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતાં. તો આ અંગે પોલીસ અધિકારીએ વધુ માહિતી આપી હતી.

Exit mobile version