સુરત મનપાના વરાછા ઝોનમાં BLO મહિલાનુ મોત
વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા
કામના ભારણને કારણે કે આકસ્મિક રીતે બીએલઓનુ મોત
સુરત મનપાના વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અને હાલ એસઆઈઆરની કામગીરી બીએલઓ તરીકે કામ કરી રહેલા મહિલાનુ મોત નિપજ્યુ હતું.
રાજ્યમાં વધુ એક બીએલઓનું શંકાસ્પદ મોત નિપજ્યુ છે. સુરતના મનપાની વરાછા ઝઓનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા દિનકલ શીંગોડાવાળા પોતાના ઓલપાડના માસમા ખાતે આવેલા ઘરે બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા જેથી તેઓને તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં તબીબોએતેમને મૃત જાહેર કર્યા હતાં. જેથી પરિવારજનોમાં શોકની કાલીમા છવાઈ ગઈ હતી. તો મહિલા અધિકારી એસઆઈઆરની કામગીરીમાં બીએલઓ તરીકે નિમાયા હતાં. જેથી તેમના મોત પાછળ રહસ્ય ઘુટાયુ છે. અને કામના ભારણને કારણે કે આકસ્મિક રીતે બીએલઓનુ મોત થયુ તે તો પોલીસ તપાસનો વિષય છે.
