Site icon hindtv.in

પંચમહાલ હાલોલના ગોપીપુરામાં ક્વોરીમાં બ્લાસ્ટ

પંચમહાલ  હાલોલના ગોપીપુરામાં ક્વોરીમાં બ્લાસ્ટ
Spread the love

પંચમહાલ હાલોલના ગોપીપુરામાં ક્વોરીમાં બ્લાસ્ટ
હાલોલ તાલુકાના ગોપીપુરા ગામે રહીશોને જીવનું જોખમ
ક્વોરી વિસ્તારમાં બ્લાસ્ટ કરતા વિડીયો આવ્યો સામે

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ગોપીપુરા ગામથી એક ગંભીર ઘટના સામે આવી છે. પાવાગઢ નજીક આવેલી ક્વોરી વિસ્તારમાં મોટા પાયે થતાં બ્લાસ્ટિંગને કારણે સ્થાનિક ગ્રામજનોના જીવન અને રોજિંદા કાર્યો પર સીધી અસર પડી રહી છે. તાજેતરમાં થયેલા બ્લાસ્ટ દરમિયાન ગામલોકોએ લાઈવ વિડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યા છે

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ગોપીપુરા ગામથી પાવાગઢ નજીક આવેલી ક્વોરી વિસ્તારમાં મોટા પાયે થતાં બ્લાસ્ટિંગને કારણે સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત રજૂઆત છતા પણ ક્વોરી વિસ્તારમાં બિનિયંત્રિત રીતે બ્લાસ્ટિંગ ચાલુ છે. ગામની આંગણવાડી, રહેણાંક મકાનો, બોરવેલ અને કૂવાઓ પર આ ધડાકાઓની સીધી અસર થતી જોવા મળી રહી છે. ઘરોમાં તિરાડો પડી જવા, પાણીના સ્ત્રોતોમાં ખલેલ પહોંચવા તેમજ દીવાલોમાં કંપન અનુભવાય તેવી પરિસ્થિતિ ગામજનો સર્જાતી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે, તાજેતરમાં બનેલા બ્લાસ્ટનો લાઈવ વિડિયો બહાર આવતા આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. ગામ લોકો માંગ કરી રહ્યા છે કે ટૂંક સમયમાં ટૂંકા ગાળાના નહીં પરંતુ કાયમી અને અસરકારક પગલાં લેવામાં આવે જેથી તેમના જીવ અને મિલ્કતને સુરક્ષા મળી રહે.

ગોપીપુરા જ નહીં, પરંતુ આજુબાજુના ગામોના લોકો પણ આ સમસ્યાથી પરેશાન છે. બાળકો, વૃદ્ધો અને મહિલાઓમાં સતત એક ભયનું વાતાવરણ છવાયેલું છે. સ્થાનિકોએ તંત્રને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી એવી રોષભરી પ્રતિક્રિયા પણ સાંભળી શકાય છે. જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓને અવાજ ઊંચો કરવા છતા દરેક વખતની ફરિયાદો કાગળ પર જ સીમિત રહી જાય છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version