Site icon hindtv.in

ભરૂચ સાયખા જીઆઈડીસીની કંપનીમાં વિસ્ફોટ

ભરૂચ સાયખા જીઆઈડીસીની કંપનીમાં વિસ્ફોટ
Spread the love

ભરૂચ સાયખા જીઆઈડીસીની કંપનીમાં વિસ્ફોટ
વી. કે. ફાર્મા કંપનીમાં વિસ્ફોટ બાદ આગ લાગી
વિસ્ફોટથી આજુબાજુની કંપનીના પતરા ઉડ્યા
બે મહિના અગાઉ પણ નેરોલેક પેઈન્ટ્સ કંપનીમાં આગ લાગી હતી

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા નજીક સ્થિત સાયખા જીઆઈડીસીમાં મોડી રાત્રે બનેલી બોઇલર બ્લાસ્ટની દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 24 જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ સાયખા GIDC માં આવેલી વિશાલ ફાર્મા નામની કંપનીમાં મોડી રાત્રે લગભગ 2.30 વાગ્યાની આસપાસ કંપનીનું બોઇલર ફાટતાં સર્જાયેલા પ્રચંડ ધડાકાને કારણે અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહો મળી આવ્યા છે. આ ઉપરાંત 24 જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બ્લાસ્ટની તીવ્રતા એટલી ભયાનક હતી કે, આસપાસનો આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. બ્લાસ્ટની અસર માત્ર વિશાલ ફાર્મા કંપની પૂરતી મર્યાદિત ન રહેતા, આસપાસની 4થી 5 જેટલી અન્ય કંપનીઓના સ્ટ્રક્ચર્સને પણ વ્યાપક નુકસાન થયું છે, આ દુર્ઘટના બાદ સાયખા ગામના સરપંચ જયવીરસિંહે વહીવટી તંત્ર અને GPCB પર ગંભીર આક્ષેપો કર્યા છે. સરપંચે જણાવ્યું હતું કે, આ જોખમી કંપની કોઈ પણ જાતની મંજૂરી વગર જ ધમધમી રહી હતી, તેમ છતાં GPCB કે વહીવટી તંત્ર દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી.

બે મહિના અગાઉ પણ સાયખા GIDC વિસ્તારમાં આવેલી નેરોલેક પેઈન્ટ્સ કંપનીમાં આગ લાગી હતી. આગના કારણે કંપનીમાંથી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. કામદારોએ જીવ બચાવવા માટે કંપનીમાંથી બહાર નીકળવાની ફરજ પડી હતી. આસપાસની કંપનીઓના ફાયર ટેન્ડરો તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. GIDCના રસ્તાઓ પર પડેલા મોટા ખાડાઓને કારણે ફાયર ટેન્ડરોને કંપની સુધી પહોંચવામાં મુશ્કેલી પડી હતી. આના કારણે બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો. ઘટનાની જાણ થતાં જ ચારથી પાંચ જેટલા ફાયર ટેન્ડરો સાથે ફાયર વિભાગ અને વહીવટી અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. હાલમાં પણ ઘટના સ્થળે બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે અને કાટમાળ હટાવવાની કામગીરી સાથે મૃત્યુઆંક વધવાની શક્યતા જોતાં સર્ચ ઓપરેશન ચાલુ છે ત્યારે આ મામલે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના અધિકારી દિનેશ ગામીતે જણાવ્યું હતું કે, કંપનીમાં રાત્રિના ટોલ્વીનની કામગીરી ચાલી રહી હતી તે સમયે રાત્રિ બ્લાસ્ટ થયો હતો.જેમાં ત્રણ ટન જેટલું ટોલ્વીન હતું. અમે ઘટના બન્યા બાદ રાત્રિના જ ઘટના સ્થળે પહોંચી હાલમાં તપાસ કરી રહ્યા છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version