Site icon hindtv.in

અમરેલીના રહેણાક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયા બાદ બ્લાસ્ટ,

અમરેલીના રહેણાક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયા બાદ બ્લાસ્ટ,
Spread the love

અમરેલીના રહેણાક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયા બાદ બ્લાસ્ટ,
ગુજરાતમાં વધુ એક ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ
મહેસાણાના એક ગામની સીમમાં પણ પ્લેન ક્રેશ થયું હતું.
ર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ સવાર હતી જેનું મૌત

અમરેલીના ગિરિયા રોડ ઉપર રહેણાક વિસ્તારમાં એક દુર્ઘટના ઘટી છે, જ્યાં ખાનગી કંપનીના પાઇલટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેનનું ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પાઇલટનું મોત થયું છે.

અમરેલીમાં પ્લેન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમ અને પોલીસતંત્ર સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો, જ્યાં તેમણે બચાવ કામગીરી શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ મહેસાણાના એક ગામની સીમમાં પણ પ્લેન ક્રેશ થયું હતું. ડીવાયએએપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ, જે અમરેલી ખાતે પોતાના સિંગલ એન્જિન પ્લેન્સ દ્વારા તાલીમ આપતી હોય, ત્યારે આજે અનિકેત મહાજન, જે પોતે પોતાની તાલીમ દરમિયાન લેન્ડિંગ એન્ડ સર્કિટ ટ્રેનિંગ દરમિયાન ચારેય વાર ટેકઓફ કર્યું. લેન્ડ કરીને પાછું ફરીવાર ટેકઓફ કર્યું ત્યારે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના શાસ્ત્રીનગર ખાતે કોઈપણ કારણસર તેનું પ્લેન ક્રેશ થયું હતું.

આ પ્લેન ખાનગી કંપની દ્વારા ચલાવવામાં આવતું હતું, પાઇલટ ટ્રેનિંગ માટે ઉપયોગમાં લેવાતું હતું. પાઇલટ ટ્રેનિંગ પ્લેન ઉડાડી રહેલા અનિકેત મહાજનનું મોત થયું છે. દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ સવાર હતી, જેણે દુર્ભાગ્યવશ જીવ ગુમાવ્યો હતો. પ્લેન ક્રેશનાં કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને અધિકારીઓ ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ચિંતા વ્યાપી રહી છે, અને અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવાની ખાતરી આપી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version