Site icon hindtv.in

સુરતના અનેક વિસ્તારોમાં બ્લેક આઉટ, લોકો જોડાયા

સુરતના અનેક વિસ્તારોમાં બ્લેક આઉટ, લોકો જોડાયા
Spread the love

સુરતના અનેક વિસ્તારોમાં બ્લેક આઉટ, લોકો જોડાયા
સર્જીકલ સ્ટ્રાઈક સામે દુશ્મનના હુમલાથી બચવા મોકડ્રિલ
દુશ્મનને લાઈટો ન દેખાય તો હુમલો ટાળી શકાય
સ્વૈચ્છિક રીતે લાઈટો બંધ રાખવા કરાયું હતું આહવાન

ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવભરી સ્થિતિને લઈ દેશભરમાં સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં મોકડ્રીલ યોજાઈ હતી જેને લઈ સુરતમાં સાંજે સાડા સાતથી આઠ વાગ્યા સુધી બ્લેક આઉટ કરાયુ હતુ. જે બ્લેક આઉટનો સંપુર્ણ સમર્થન મળ્યુ હોય તેમ રસ્તા પર વાહનો ઘટ્યા હતા તો તમામ સિગ્નલો પણ બંધ રહ્યા હતાં.

જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન સરહદ પર તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાન તરફથી સતત સિઝફાયરનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. ત્યારે દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં બુધવાર 7 મેના રોજ મોકડ્રિલનું આયોજન કરાયું હતું. જેમાં બપોરે ચાર વાગ્યે સાયરન વગાડવામાં આવ્યા બાદ મોકડ્રીલ યોજાઈ હતી. તો સાંજે સાડા સાત વાગતા જ અડધો કલાક માટે આઠ વાગ્યા સુધી બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું. લોકોએ લાઇટો બંધ કરી બ્લેક આઉટને સમર્થન આપ્યું હતું.

Exit mobile version