સુરત મહાનગર પાલિકાની ચુંટણી માટે ભાજપની સેન્સે પ્રક્રિયા
120 બેઠકો પર 2078 જેટલા દાવેદારોએ દાવેદારી નોંધાવી
વોર્ડ નંબર 10 માં સૌથી વધુ એટલે કે 137 દાવેદારોએ ફોર્મ ભર્યા
સુરત મહાનગર પાલિકાની ચુંટણી માટે 120 બેઠકો પર 2078 જેટલા દાવેદારોએ દાવેદારી નોંધાવી હોવાનું ભાજપ આગેવાને જણાવ્યુ હતું.
સુરત મહાનગર પાલિકાની 120 બેઠકો માટે શહેર ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ પુર્ણ થઈ હોય તેમ 120 બેઠકો માટે 2078 દાવેદારો મેદાને આવ્યા છે. જેમાં વોર્ડ નંબર 10 માં સૌથી વધુ એટલે કે 137 દાવેદારોએ ફોર્મ ભર્યા છે. તો વોર્ડ નંબર 4 માં સૌથી ઓછા દાવેદાર એટલે કે 34 દાવેદારોએ ફોર્મ ભર્યા છે. સેન્સ પ્રક્રિયા બાદ શહેર અધ્યક્ષ સાથે ધારાસભ્યોની સંકલન બેઠક પણ યોજવામાં આવી હતી. ત્રણ દિવસ સુધી ભાજપ કાર્યાલય ખાતે દાવેદારોનો મેળાવડો જોવા મળ્યો હતો. ત્યારે હવે આગામી દિવસોમાં દાવેદારોમાંથી 30 વોર્ડના ઉમેદવારો નક્કી કરી તેઓના નામ જાહેર કરાશે તેમ ભાાજપ કોષાધ્યક્ષ શૈલેષ જરીવાલાએ જણાવ્યુ હતું

