Site icon hindtv.in

ભાવનગર જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો, 40માંથી 36 બેઠકો પર ભવ્ય જીત

ભાવનગર જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો, 40માંથી 36 બેઠકો પર ભવ્ય જીત
Spread the love

ભાવનગર જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો, 40માંથી 36 બેઠકો પર ભવ્ય જીત
જિલ્લા પંચાયતની પ્રથમ સાધારણ સભામાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી
ત્રાપજ બેઠકના અશોક લાધવા બન્યા જિલ્લા પંચાયત પ્રમુખ
ઉમરાળા બેઠકના સુજાનસિંહ ગોહિલ ઉપપ્રમુખ તરીકે વરાયા

ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સભ્ય સહિતનાની વરણી કરવામાં આવી હતી.

જિલ્લા પંચાયતની સમાન્ય ચૂંટણીમાં ભાજપે 40 માંથી 36 બેઠક પર જીત મેળવી સત્તા મેળવી હતી. જ્યારે 2 બેઠક કોંગ્રેસ અને 2 બેઠક અપક્ષએ મેળવી હતી. ત્યારે આજે ભાવનગર જિલ્લા પંચાયતની પ્રથમ સાધરણસભા યોજાઈ હતી. આ સભા જિલ્લા કલેકટર ડૉ.મનીષ બંસલની અધ્યક્ષતામાં પંચાયત અધિનિયમ અનુસાર નિમણુંક કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની ટ્રમ પૂર્ણ થયા બાદ વહીવટી શાસન જિલ્લા કલેકટર પાસે હતું. જે અંગે વિધિવત પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરાઈ હતી. જેમાં ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયત તરીકે ત્રાપજ બેઠકના અશોક લાધવા અને ઉપપ્રમુખ પદ માટે ઉમરાળા બેઠકના સુજાનસિંહ ગોહિલ તેમજ કારોબારી ચેરમેન તરીકે પ્રદીપ રાઠોડની વરણી કરવામાં આવી છે.

Exit mobile version