Site icon hindtv.in

ગોંડલમાં ભાજપનું ભવ્ય શક્તિ પ્રદર્શન અને મહારેલી

ગોંડલમાં ભાજપનું ભવ્ય શક્તિ પ્રદર્શન અને મહારેલી
Spread the love

ગોંડલમાં ભાજપનું ભવ્ય શક્તિ પ્રદર્શન અને મહારેલી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપનું શક્તિ પ્રદર્શન
ગોંડલને મિર્ઝાપુર કહેવાવાળાને આપ્યો જવાબ

ગોંડલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા એક ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજાના નેતૃત્વમાં યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા. અને ગોંડલને મિર્ઝાપુર કહેવાવાળાને આપ્યો જવાબ

ગોંડલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સવારે 10 કલાકે દાસીજીવણ પાર્ટી પ્લોટથી મહારેલીનું પ્રસ્થાન થયું હતું. શહેરના મુખ્ય માર્ગો જેવા કે બસ સ્ટેન્ડ રોડ, ગુંદાળા દરવાજા, ડૉ. બાબાસાહેબ આંબેડકર ચોક અને માંડવી ચોક પરથી પસાર થતી આ રેલીમાં કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ડીજેના તાલે ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ ના નારાથી સમગ્ર ગોંડલ ગુંજી ઉઠ્યું હતું. માર્ગમાં આવતા તમામ સ્ટેચ્યુને હારતોરા કરી સન્માનવામાં આવ્યા હતા. રેલી દરમિયાન પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ વિરોધીઓ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી બહારના લોકોએ ગોંડલને બદનામ કરવાના જે પ્રયત્નો કર્યા છે, તેનો જડબાતોડ જવાબ આપવાનો સમય આવી ગયો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ’28 તારીખે સાબિત થઈ જશે કે આ ગોંડલ છે, મિર્ઝાપુર નથી. આ સર ભગવતસિંહજીનું સંસ્કારી ગોંડલ છે અને જનતા પેઢીઓ સુધી યાદ રહે તેવો જવાબ આપશે.’

રેલીના અંતે તમામ ઉમેદવારોએ તાલુકા સેવા સદન ખાતે પહોંચીને પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. ચૂંટણી પ્રક્રિયા માટે અલગ-અલગ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી, રેલીમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા, ઉપાધ્યક્ષ પ્રફુલભાઈ ટોળીયા, અશોકભાઈ પીપળીયા સહિત જિલ્લા અને તાલુકાના રાજકીય આગેવાનો તથા મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version