સુરતમાં ચાલી રહેલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ભાજપની ડ્રાઈવ
કેમ્પમાં વધુમાં વધુ લોકો ફોર્મ ભરે તે માટે ભાજપ દ્વારા નિરિક્ષણ કરાયુ
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ કામગીરીનું નિરીક્ષણ
સુરતમાં હાલ ચાલી રહેલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એટલે કે એસઆઈઆરની વિશેષ ડ્રાઈવના છેલ્લા કેમ્પમાં વધુમાં વધુ લોકો ફોર્મ ભરે તે માટે ભાજપ દ્વારા નિરિક્ષણ કરાયુ હતું.મંત્રીઓ, ધારાસભ્યો સહિતનાઓ પોતાના બથ પર જઈ કામગીરીનુ નિરીક્ષણ કર્યુ હતું.
સુરત શહેરમાં ભાજપ દ્વારા મતદાર યાદી સુધારણા એસઆઈઆર વિશેષ ડ્રાઈવ હોય જેમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ કામગીરીનું નિરીક્ષણ વિવિધબુથો પર પહોંચ્યા હતાં. તો રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ વિવિધ બુથો પર પહોંચ્યા હતં. સી.આર. પાટિલ મજુરા, ચોર્યાસી, ઉધના, લિંબાયત વિધાનસભા ક્ષેત્રબુથોની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉધના, કરંજ, ચોર્યાસી, લિંબાયત, કતારગામ, વરાછા, સુરત પશ્ચિમ વિધાનસભાના બુથોની મુલાકાતેપહોંચ્યા હતાં. હાલ ચાલી રહેલ એસઆઈઆર કામગીરીને લઈને નિરીક્ષણ કર્યું હતુ અને વધુમાં વધુ મતદારો એસઆઈઆર નો ફોર્મ ભરી શકે તે માટે દરેક બુથોમાં ઝુંબેશચલાવવામાં આવી રહી છે.

